Posted in general, mythoughts

International Mother Tongue Day – આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન (રિબ્લોગ)

મારા પ્રિય વાચક મિત્રો ને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ની ખૂબ ખૂબ વધામણી. આ મારો ગુજરાતી માં પહેલો બ્લોગ છે. તેથી મારી વ્યાકરણની જે પણ ભૂલો થાય તે બદલ હું ક્ષમાપ્રાર્થી છું.

મને હંમેશા પ્રશ્ન રહ્યો છે કે બોલાતી ભાષા ને માતૃભાષા જ કેમ કહેવાય? પિતૃભાષા કેમ નહીં? જો પુરૂષ પ્રધાન સમાજ હોય તો તેમજ હોવું જોઈએ, નહીં? લગ્ન પછી ખ્યાલ આવ્યો કે ઘરે ક્યાં પુરૂષોને બોલવા મળે છે! સ્ત્રીઓ જ બોલે. તો એને માતૃભાષા જ કહેવાય ને. આમેય રોજ સવારે મુંબઈ ની લોકલ ટ્રેન માં સવારી કરતા અને વિધ વિધ વિષયો પર મોટે મોટે થી ચર્ચા કરતા પુરૂષોને સાંભળો એટલે દરેક ની સ્થિતિનો ખ્યાલ આવે. જોકે એક વાત ની સ્પષ્ટતા કરી લઉં કે મારા ઘરમાં અમે ત્રણ પુરૂષો જ વધુ બોલીયે છીએ. (આ સ્પષ્ટતા મારા સાંજ ના જમણ માટે આવશ્યક છે.)

મસ્તી ને બાજૂ પર મૂકીને ફરી પાછા આપણા પ્રશ્ન પર આવીયે તો મને એકજ વાત નો ખ્યાલ આવે કે આપણા કોઈના પણ બાળપણમાં આપણી માતા જ આપણને બોલતાં શિખવાડે છે. તે સમય પણ એવો હતો કે પિતાજી વહેલી સવારે કામે નિકળી જાય તે ઠેઠ સાંજે પાછા ઘરે આવે. એટલે આપણે તો આપણી માતા સાથેજ. એજ આપણી વિકીપીડિયા. (હવે આજના જમાનામાં જ્યારે ઘણા પિતાઓને ઘરેથી કામ કરતાં જોઉં છું ત્યારે મારી આ વાત ઘણાને અપ્રસ્તુત પણ લાગશે). તેથીજ વડીલોએ ઘરે બોલાતી ભાષાને માતૃભાષા કહી હશે.

તો ચાલો માતાઓ ને યાદ કરીયે. દામોદરભાઇ બોટાડકર ની કવિતા ને ફરી એક વાર સાથે ગાઇએ. આપ સહુને ફરી એક વાર આજના દિન ની વધાઈ આપતાં મારી વાણીને વિરામ આપું છું.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

– દામોદર ખુશાલદાસ બોટાદકર

Translation

Wishing all My readers a very Happy International Mother Language Day. This is my first blog in Gujarati and I ask for forgiveness for all the grammatical mistakes that I will make.

One question has always tormented me right from my childhood, why is the language we speak at home called the mother tongue and not the father tongue? If this is male dominated society shouldn’t it be so. But I got my answer after my marriage. Men seldom get a chance to speak at home. It is the lady of the house who domaintes the talks. And so we call it Mother Tongue. People who travel like me in train everyday and listen to the men talking and discussing loudly on different topics would easily understand their plight. But I should clarify at this instance itself that at our homes it is we 3 men who speak the most. (This clarification is needed to confirm my dinner today at home)

Let us keep aside the fun part but I still have those memories of spending most of my childhood with my mother and learning to speak from her. Dad used to leave early in the morning and come back late in the evening. So seldom we spoke. It was our mother who was our Wikipedia then. (Today when I see father working from home I have my own reservations about what I shared above). Hence the elders must have decided to call the language we speak, the mother tongue.

And so, on his remembering all the mothers and wishing you again an Happy International Mother Language Day, am quoting a poem on Mother by Damodar Botadkar

Sweet is the honey, the rains,

But my mother is far more sweeter,

And so one cannot find an option for His mother…(Am not going to translate the whole poem in English as, first, I know that it will loose it’s charm. And second every poem should be read and understood in the language it is written)…

Author:

Am a teacher by profession. A student of History and international politics. Believe that Bhakti (Devotion) and Humanism can only save Humanity. Revere all creation. My thoughts are influenced by His Holiness Pandurang Shashtriji Athavale

2 thoughts on “International Mother Tongue Day – આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન (રિબ્લોગ)

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.